સૂર્યોદય

(કુમાર -જુન ૨૦૦૭)

આ નાનકડા ગામના દવાખાનામાં એ ડૉકટર તરીકે આવી હતી, અને સત્યકામ બીમાર હતો ત્યારે એને જોવા એને ઘેર એ ગઈ હતી, એટલો પરિચય. સત્યકામ ગાંધી-વિચારને, સાદગીને વરેલો સીધોસાદો જણાતો કરૂણાભર્યો પાંત્રીસેક વર્ષનો યુવક. સાદું સુઘડ ઘર.

ઘણી વખત એને લાગતું કે એ અવશપણે સત્યકામ તરફ્‍ ખેંચાઈ રહી છે, પણ ધનરાજને ભૂલવાનું સહેલું હતું? ધનરાજ… મોટા ગજાનો તબલાવાદક. અમૅરિકા જઈને ત્યાં પણ સારું એવું નામ કમાયો હતો. જતા પહેલાં કૈંક વચનોની આપ-લે થઈ હતી. પણ બહુ થોડા સમયમાં પત્રો આવતા બંધ થઈ ગયા. વીણાએ વિનવણી કરી, રોષ બતાવ્યો…! બધું નિષ્ફળ!

ગયા અઠવાડિયે ખૂબ મનોમંથનને અંતે વીણાએ સત્યકામ પાસે એકરાર કરવાનું નક્કી કર્યું. અને ગઈકાલે જ ટપાલી આવ્યો. એક પરબીડિયું સરકાવતો ગયો, ‘‘ફ્રોમ ધનરાજ’’ લખેલું.

આખી રાત વીણા સૂઈ શકી નથી. પરબીડિયું ખોલી પણ શકી નથી…

પૂર્વાકાશમાં સૂર્યોદય થઈ રહ્યો છે.

વીણા પ્રાર્થી રહી છે…‘‘તમસો મા જયોતિર્ગમય…’’

*

5 responses to this post.

 1. આ લઘુકથા વાંચી મને મારું એક અછાંદસ કાવ્ય યાદ આવી ગયું…
  ” હજી હાલ જ
  એને નિચોવી,
  માંડ કોરું કરી
  તડકે સુકાવા મુક્યું’તું…..
  ને આ કોના નામનો વરસાદ
  ફરી ભીંજવી રહ્યો છે,
  મારા મનને?”….

  ખૂબજ સુંદર લઘુકથા..

  જવાબ આપો

Dharmesh ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: