અશ્વિન ચંદારાણા

અશ્વિન

અશ્વિન ચંદારાણા


 • પ્રકાશિત પુસ્તકોઃ

  1. ‘રખડપટ્ટી’ (બાળ-કિશોર વાર્તાસંગ્રહ-૨૦૦૭),
  2. ‘બીલ ગેટ્‍સ’ (બાળોપયોગી જીવનચરિત્ર-૨૦૦૯)
  3. ‘હું ચોક્કસ આવીશ’ (ટૂંકીવાર્તા સંગ્રહ-૨૦૧૦)
 • પ્રકાશનાધીન પુસ્તકો

  1. ‘સાયુજ્ય’ (મીનાક્ષી ચંદારાણા સાથે સંયુક્ત કવિતા સંગ્રહ)
  2. ‘ધરતીથી ગગન સુધી – ધીરુભાઈ અંબાણી (બાળોપયોગી જીવનચરિત્ર)
 • પ્રકાશનાધીન સંપાદનો

  1. અહીંથી ગયા એ રણ તરફ (પ્રખર પ્રતિબદ્ધ પત્રકાર શિવકુમાર આચાર્યના પરિચીતોનો સ્મૃતિ-સંચય, મીનાક્ષી ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન)
  2. રિફ્લેક્શન્સ (ફોરમ ચંદારાણા દ્વારા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુદિત શ્રી ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ની ગઝલોનો અનુવાદ સંગ્રહ, મીનાક્ષી ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન)

 • શ્રી સુરેશ દલાલ સંપાદિત કવિતા સામયિકમાં છેલ્લા દસ વર્ષોમાં પ્રગટ થયેલ કવિતાઓમાંથી ચૂંટેલ શ્રેષ્ઠ ૨૫૦ કવિતાઓના સંપાદન વિશેષાંક ઓગસ્ટ ૨૦૦૮
 • શ્રી મધુભાઈ કોઠારી સંપાદિત ‘દીકરી વરસતી વાદળી’, ૨૦૦૭
 • શ્રી પંકજ શાહ સંપાદિત ‘ગઝલગરિમા’
 • શ્રી નટવર પટેલ સંપાદિત ‘શ્રેષ્ઠ બાળકાવ્યો-૨૦૦૭’
 • શબ્દસૃષ્ટિ બાળસાહિત્ય વિશેષાંક-૨૦૦૬
 • શ્રી હરીશ વટાવવાળા સંપાદિત શ્રી ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ની ગઝલોનો આસ્વાદસંગ્રહ ‘ધ્વનિ-પ્રતિધ્વનિ’
 • શ્રી દિનેશ ડોંગરે સંપાદિત શ્રી દિનેશ દેસાઈની ગઝલોનો આસ્વાદસંગ્રહ

વગેરે સંપાદનોમાં સ્થાન.


 • અખંડઆનંદ, કુમાર, ઉદ્દેશ, શબ્દસૃષ્ટિ, કવિતા, બુદ્ધિપ્રકાશ, શબ્દસર, કવિ, શહિદેગઝલ, ગઝલવિશ્વ, ધબક, ભાવિક પરિષદ, કેકારવ, સુવાસ, ચિનગારી, તમન્ના,  સાધના, સૌજન્ય માધુરી, સ્ત્રી, દિવ્યભાસ્કર, સંદેશ, લોકસત્તા, ચાંદની, સરવાણી, ગુજરાત, જેવાં પ્રકાશનોમાં ગઝલ, ટૂંકીવાર્તા, લેખ, વ્યંગ, વગેરે, પ્રકાશિત.


પારિતોષિકો

 • સાધના સામયિક આયોજિત લઘુકથા સ્‍પર્ધા ૨૦૦૬ દ્વિતીય પારિતોષિક લઘુકથા ‘ફોટોગ્રાફી’ માટે અમદાવાદ ખાતે શ્રી યોગેશ જોષીના હસ્તે
 • બાળ સાહિત્ય અકાદમી દ્વારા ‘રખડપટ્‍ટી’ બાળવાર્તા સંગ્રહ માટે શ્રી નગીન મોદી પ્રેરિત શ્રેષ્ઠ વિજ્ઞાન વિષયક બાળાસાહિત્ય ૨૦૦૭ પારિતોષિક ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અમદાવાદ ખાતે શ્રી યશવંત મહેતાના હસ્તે.
 • શ્રી બી કેશરશિવમ આયોજિત ટૂંકીવાર્તા સ્‍પર્ધા ૨૦૦૮ પ્રોત્સાહન પારિતોષિક ‘શમણાની આરપાર’ માટે
 • શ્રી કેદાર વ્યાસ સ્મૃતિ ફાઉન્ડેશન આયોજિત ટૂંકીવાર્તા સ્પર્ધા ૨૦૦૮ પ્રોત્સાહન પારિતોષિક ‘હું ચોક્કસ આવીશ’ માટે.
 • શ્રી કેતન મુનશી સ્મૃતિ ફાઉન્ડેશન આયોજિત ટૂંકીવાર્તા સ્‍પર્ધા ૨૦૦૮ શ્રેષ્ઠ ૨૫ વાર્તાઓમાં સ્થાન ‘હું ચોક્કસ આવીશ’ માટે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: